શિયાળા સ્પેશ્યલ ખજૂર ગુંદર પાક બનાવવાની રીત|Khajur Gund Pak

 

સ્પેશ્યલ ખજૂર ગુંદર પાક


શિયાળા સ્પેશ્યલ ખજૂર ગુંદર પાક બનાવવાની રીત


સ્પેશ્યલ ખજૂર ગુંદર પાક બનાવવાનીસામગ્રી

ખધ્ય ગુંદર  

½ કપ

ઘી

4 ચમચી

કાજુ

50 ગ્રામ

બદામ

50 ગ્રામ

પિસ્તા

50 ગ્રામ

ખસખસ

2 ચમચી

નારિયેળ પાવડર

4 થી 5 ચમચી

ખજૂર

500 ગ્રામ

ઘી

2 થી 3 ચમચી

ઇલાયચી પાવડર

½ ચમચી

સૂકા આદુનો પાવડર

½ ચમચી

જાયફળ(અડધું) ભુક્કો

 

 

 

સ્પેશ્યલ ખજૂર ગુંદર પાક બનાવવાની રીત

 

ખજૂર ગુંદ પાક બનાવવા માટે પહેલા ½ કપ ગુંદ લો,

હવે ગેસ પર એક પેન મૂકો એમાં 4 ચમચી ઘી નાખીને બરાબર ગરમ કરો

ઘી ગરમ થાય પછી તેમાં ½ કપ ગુંદ ઉમેરો અને તેને સારીરીતે ધીમા આંચ પર શેકી લો.

ગુંદ સારી રીતે શેકાઈ જાય પછી તેને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દો.

હવે 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પિસ્તા લો અને તેને સારીરીતે પીસી લો.

હવે પેનમાં ડ્રાયફ્રૂટ્સનો ભૂકો નાખીને બાકીના ઘીમાં સારી રીતે શેકી લ્યો.

થોડી વાર પછી તેમાં 2 ચમચી ખસખસ, 4-5 ચમચી સૂકું નારિયેળ નાખીને સારી રીતે ઘી માં શેકી લો.

સારીરીતે શેકાય ગયા પછી ગેસ બંધ કરો અને ડ્રાયફ્રૂટ્સને પ્લેટમાં કાઢી લો.

હવે બાઉલના મદદથી શેકેલા ગુંદને હળવા હાથે ક્રશ કરો.

500 ગ્રામ બીજ વગરની ખજૂર લો.

ખજૂરને ગ્રાઇંડિંગ બરણીમાં નાખીને બરછટ પીસી લો.

ત્યાર બાદ કઢાઈમાં 2-3 ચમચી ઘી નાખીને બરાબર ગરમ કરો.

ઘી ગરમ થયા પછી કઢાઈમાં ખજૂર નાખીને 3-4 મિનિટ માટે સારીરીતે શેકતા રહો.

ખજૂર શેકતી વખતે એક પ્લેટલો તેને ઘી લગાડી દો અને બટર પેપરથી ઢાંકી દો.

જ્યારે ખજૂરનું મિશ્રણ કઢાઈમાંથી અલગ થવા લાગે ગેસ બંધ કરી દો અને તેમાં પીસેલા ગુંદ, શેકેલા ડ્રાયફ્રૂટ્સ, ¼ ચમચી ઇલાયચી પાવડર, ½ ચમચી સૂકા આદુનો પાવડર, અડધા જાયફળનો ભૂકો નાખીને બધુ બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં મૂકો, તેને સારીરીતે આખા પ્લેટમાં ફેલાવો અને ½ કલાક માટે ઠંડુ થવા દો.

½ કલાક પછી ચેક કરો અને તેના ટુકડા કરી લો.

હવે આપણો ગુંદર પાક સંપૂર્ણ પણે તૈયાર થઈ ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું