બનાવો સ્વાદિષ્ટ ટામેટાનું રાયતું આમ|Tametanu Raytu

 

ટામેટાનું રાયતું

 

ટામેટાનું રાયતું બનાવવા જરૂરી સામગ્રી:-

2 મધ્યમ ટામેટાં

1 કપ જાડું દંહી

2 ચમચી ઝીણું સમારેલું લીલા ધાણા

1 લીલું મરચું ઝીણું સમારેલું

½ ચમચી જીરું પાવડર

¼ ચમચી કાળા મરી પાવડર (વૈકલ્પિક)

સ્વાદ મુજબ મીઠું

 

ટમેટાનું રાયતું બનાવવાની રીત:-

સોથી પહેલા એક બાઉલમાં દંહી લો અને તેને ફેટી લો (સારીરીતે હલાવી લો).

ટામેટાંને  બે ભાગમાં કાપીને તેમાથી બીજ કાઢી લો અને તેમણે નાના ટુકડાઓમાં કાપી લો.

દંહીમાં સમારેલાં ટામેટાં, સમારેલાં લીલા મરચાં, સમારેલું કોથમીર, જીરું પાવડર અને મીઠું ઉમેરો.

આ બધી સામગ્રીને બરોબર મિક્સ કરો અને રાયતાનો ટેસ્ટ કરી જોવો, જો જરૂરી હોય તો વધુ મીઠું ઉમેરો.

હવે રાયતાને સર્વિનગં બાઉલમાં કાઢી લો અને તેના પર કાળા મરીનો પાવડર છાંટો.

 

નોંધ:-

ટામેટાં લાલ પાકેલાં અને સ્વાદમાં ઓછા ખાટા હોય તેવા લો.

અલગ સ્વાદ માટે, રાયતાંમાં ½ સમારેલી ડુંગળી અને 1/3 સમારેલી કાકડી ઉમેરો.

રાયતાને કઈક અલગ બનાવવા માટે, કાળા મરીના પાવડરને બદલે રાઈ અને હિંગનો તડકો લગાવો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું